મુખ્ય વિષયવસ્તુ પર જાઓ
प्रमाणટેક્નોલોજી

બે શોધ. બંને પેટન્ટ-પેન્ડિંગ. બંને ભારતીય.

વ્યક્તિગત ડેટાના જીવનમાં એક એવી ક્ષણ છે, જે લગભગ કોઈ ક્યારેય જોતું નથી. અમારી બંને શોધ એ જ ક્ષણ વિશે છે.

भारत · पेटंट ०१

PATENT · INDIA · PCT

01

શોધ 01 · Provable

પેટન્ટ-પેન્ડિંગ. ભારતમાં, અને પેટન્ટ સહકાર સંધિ (PCT) હેઠળ આંતરરાષ્ટ્રીય સ્તરે દાખલ.

विश्वास ✦ द्रष्टुं सत्यं ज्ञातुं सत्यम् ✦ स्वराज्यAXIOMAERA · INDIA · MMXXVI

भारत · पेटंट ०२

PATENT · INDIA

02

શોધ 02 · Permanent

પેટન્ટ-પેન્ડિંગ. ભારતમાં દાખલ, ઑક્ટોબર 2026.

विश्वास ✦ द्रष्टुं सत्यं ज्ञातुं सत्यम् ✦ स्वराज्यAXIOMAERA · INDIA · MMXXVI
जीवनचक्रએક રેકોર્ડનું જીવન

વ્યક્તિગત ડેટાનો દરેક અંશ એક જીવન જીવે છે.

  1. १

    એકત્રીકરણ

    એક નામ, એક નંબર, એક રેકોર્ડ. નોટિસ આપીને માગવામાં આવેલું.

  2. २

    સંમતિ

    એક ‘હા’, એક જ હેતુ માટે આપેલી.

  3. ३

    સંગ્રહ

    સાચવેલું, સુરક્ષિત અને બૅકઅપ લીધેલું.

  4. ४

    ઉપયોગ

    જે હેતુ માટે આપ્યું હતું, ફક્ત એ જ હેતુ માટે.

  5. ५

    શેરિંગ

    કરાર હેઠળ, પ્રોસેસર્સ અને ભાગીદારો સાથે.

  6. ६

    અંત

    હેતુ પૂરો થયો. હવે ડેટા ભૂંસાવો જ જોઈએ.

છેલ્લી ક્ષણ જ એવી છે, જે કોઈ જોતું નથી.

વ્યક્તિગત ડેટા રાખતી દરેક સંસ્થા એક એવું વચન આપે છે, જે પાળ્યાનું તે આજ સુધી ક્યારેય બતાવી શકી નથી. અમે લાંબા સમય સુધી આ સમસ્યા પર કામ કર્યું. અમને જે મળ્યું, તે હવે બે પેટન્ટ અરજીઓમાં છે.

01पेटंट ०१

શોધ 01 · Provable

‘ભરોસો કરો, પણ ચકાસો’ હંમેશાં ભરોસા પર જ ટકેલું રહ્યું છે. શોધ 01 ચકાસણી વિશે છે.

દુનિયા જે વાત હંમેશાં ભરોસે સ્વીકારતી આવી છે, તેને આ શોધ એવી બનાવે છે કે કોઈ પણ વ્યક્તિ તેને ચકાસી શકે.

પેટન્ટ-પેન્ડિંગ. ભારતમાં, અને પેટન્ટ સહકાર સંધિ (PCT) હેઠળ આંતરરાષ્ટ્રીય સ્તરે દાખલ.

02पेटंट ०२

શોધ 02 · Permanent

કેટલાક અંત અંતિમ હોવા જોઈએ. આ અંત એવો જ છે.

એ રીતે ઘડાયેલી કે જે ભૂંસાવું જોઈએ, તે કાયમ માટે ભૂંસાયેલું રહે, આજે પણ અને આવતીકાલનાં મશીનો સામે પણ.

પેટન્ટ-પેન્ડિંગ. ભારતમાં દાખલ, ઑક્ટોબર 2026.

પેટન્ટ અરજીઓનું રજિસ્ટર.

શોધક્યાં દાખલસ્થિતિ
०१Provableભારત · આંતરરાષ્ટ્રીય (PCT)પેટન્ટ-પેન્ડિંગ
०२Permanentભારત, ઑક્ટોબર 2026પેટન્ટ-પેન્ડિંગ

શોધક: Harshwardhan Mohadikar

कसोटीનિર્મિત, સાબિત, સુદૃઢ

આ એન્જિન પણ માત્ર વચન નથી.

5

મુખ્ય ડેટાબેઝ પરિવારો, શરૂઆતથી અંત સુધી ચકાસાયેલા

7

SaaS પ્લેટફોર્મ, શરૂઆતથી અંત સુધી ચકાસાયેલાં

500+

કાનૂની પાયાનાં પાનાં, ભારતીય કાયદા માટે લખાયેલાં

100+

અભ્યાસ કરેલી ગોપનીયતા અને સંમતિ પ્રોડક્ટ્સ, ભારતીય અને વૈશ્વિક

વાસ્તવિક વ્યક્તિગત ડેટા પર પ્રોડક્શનમાં સાબિત.
દરેક સ્તરની, એક-એક સ્ટૅક કરીને, હુમલાખોરની નજરે સુરક્ષા સમીક્ષા.
तत्त्वेસિદ્ધાંતો

આ એન્જિન શેને અનુસરે છે.

०१

વચનો નહીં, પુરાવા.

જે બતાવી ન શકાય, એવો કોઈ દાવો નહીં. એન્જિનનું દરેક પરિણામ એ માટે છે કે એવી વ્યક્તિ પણ તેને ચકાસી શકે, જેને અમારા પર ભરોસો રાખવાની જરૂર નથી.

०२

ભારત સૌથી પહેલાં.

બીજા કશા પહેલાં, ભારતીય કાયદા, ભારતીય ભાષાઓ અને ભારતીય જીવન માટે ઘડાયેલું.

०३

ભારતમાં હોસ્ટ થયેલું.

ભારતીય ડેટા, ભારતીય ધરતી પર. દેશનું વિશ્વાસ-સ્તર દેશને જ જવાબદાર હોવું જોઈએ.

०४

ભારતના જાહેર પાટા પર.

મેરી પહચાન સિંગલ સાઇન-ઑન (ડિજિલૉકર) માટે મંજૂર. NeGD, MeitY સાથે ઑનબોર્ડ.

०५

દરેક ભાષા, દરેક ક્ષમતા.

ભારતીય ભાષાઓ અને સુલભતા પાયામાં છે, પછીના કોઈ અપડેટમાં નહીં.

०६

એ જ કાયદો, અમારા માટે પણ.

અમે જે કાયદા માટે પ્રોડક્ટ બનાવીએ છીએ, તેનું પાલન અમે પોતે પણ કરીએ છીએ.

पुढेઆગળ ક્યાં

ડેટા સંરક્ષણ કાયદો તેમનું પહેલું ઘર છે, એકમાત્ર નહીં.

०१પરીક્ષાની પ્રામાણિકતા અને પ્રમાણપત્રો
०२કડક તપાસમાં પણ ટકી રહે એવા CSR અને ESG દાવા
०३મૂળ સાબિત કરી શકે એવી સપ્લાય ચેઇન
०४નાગરિકો ચકાસી શકે એવા જાહેર રેકોર્ડ

તે કેવી રીતે કામ કરે છે, એ પેટન્ટ અરજીઓમાં જ રહેશે. હાલ પૂરતું.

જો આપ કંઈક એવું બનાવી રહ્યા છો, જેના પર લોકોને વિશ્વાસ બેસવો જ જોઈએ, તો અમને આપની સાથે વાત કરવી ગમશે.